MORBI:સુરતમાં ના પત્રકાર તુષાર બસિયા વિરુદ્ધ લગાવેલ પોક્સો અને આઈટી એક્ટ જેવી કલમો રદ કરવા આહિર સેના ગુજરાત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

સુરતમાં ના પત્રકાર તુષાર બસિયા વિરુદ્ધ લગાવેલ પોક્સો અને આઈટી એક્ટ જેવી કલમો રદ કરવા આહિર સેના ગુજરાત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર
સુરતના સિંગણાપોર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યુઝના પત્રકાર તુષાર બસિયા સામે લગાવવામાં આવેલ પોક્સો અને આઈટી એક્ટ જેવી કલમો રદ કરવાની માંગ સાથે આજે આહીર સેના ગુજરાત દ્વારા મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે જે આવેદન પત્રમાં આહીર સેનાએ જણાવ્યું છે કે તા. ૧૨ જાન્યુઆરીના રોજ સુરતનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જે ઘટનામાં ધોરણ ૬ માં અભ્યાસ કરતી એક સગીરાના ગુપ્તાંગ પર હાથ નાખી વિકૃત હરકત કરતો દેખાતો હતો જે ઘટનાના સીસીટીવી વાયરલ થયા બાદ ઘટનાની નોંધ સુરતના સ્થાનિક મીડિયામાં પણ લેવાઈ હતી એટલી ગંભીર બાબતે પણ સુરત પોલીસે કોઈ ફરિયાદ ન નોંધતા નવજીવન ન્યુઝના પત્રકાર તુષાર બસિયાએ ઘટનામાં વધુ જાણકારી મેળવવા પીઆઈ રાઠોડને ફોન કરી ઓફીશીયલ ક્વોટ મેળવવા પ્રયાસ કરાયો હતો ત્યારે પોલીસ ઇન્સ્પેકટર દ્વારા ફરિયાદી ફરિયાદ આપવા માંગતા ના હોવાથી ફરિયાદ દાખલ કરવામાં આવી નથી
બાદમાં તુષાર બસિયાએ સ્ટોરી કરતા પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરવા મજબુર બન્યા અને કાર્યવાહી કરાઈ હતી જે ઘટનાને જોતા સત્ય ઉજાગર કરવાને લઈને તુષાર બસિયા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે આરોપી તરીકે તુષાર બસિયાનું નામ ઘુસાડી દીધું હતું અને પોક્સો તેમજ જુવેનાઈલ જસ્ટીસ એકત અને આઈટી એક્ટની કલમો મુજબ ફરિયાદ નોંધી છે અને તુષાર બસિયાએ ભોગ બનનારની ઓળખ છતી થાય તેવું કૃત્ય કરી બદનામ કર્યાનું ફરિયાદીએ જણાવ્યું હતું જેથી છેડતી કરનાર અને તુષાર બસિયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી હતી તુષાર બસિયા સામે નોંધાયેલા કેસના મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયત્ન છે પોલીસ પોતાની ભૂલ ઢાંકવા માટે આ કિસ્સામાં પ્રકાશ પાડનાર પત્રકાર તુષાર બસિયા વિરુદ્ધ ખોટી રીતે પોક્સો એક્ટ અને આઈટી એક્ટ જેવી કલમો લગાવી છે જેથી પત્રકાર વિરુદ્ધ લગાવેલ કલમો રદ કરી નિર્દોષ જાહેર કરવા આહીર સેનાએ માંગ કરી છે અને પોલીસ અધિકારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે