GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI ભારતીય માનવાધિકાર એસોસિયેશન મોરબી જિલ્લા હોદ્દેદારોની પ્રથમ મિટિંગ મળી હતી

MORBI ભારતીય માનવાધિકાર એસોસિયેશન મોરબી જિલ્લા હોદ્દેદારોની પ્રથમ મિટિંગ મળી હતી

મોરબી સામા કાંઠે આવેલ ભૂરા હોટેલ ખાતે ભારતીય માનવાધિકાર એસોસિયેશન મોરબી જિલ્લાના હોદ્દેદારોની પ્રથમ મીટીંગ મળી હતી આ મિટિંગમાં માનવ અધિકાર વિશે ચર્ચા કરવામાં આવી હતી મોરબી જિલ્લામાં તમામ તાલુકા અને શહેર સમિતિની રચના કરી અને આખા જિલ્લામાં લોકોને માનવીએ જે અધિકારો છે આર્થિક, સામાજિક, સમાનતા, સાંસ્કૃતિક, નાગરિક અને રાજકીય અધિકારો વિશે લોક જાગૃતિના કાર્યક્રમો આગામી સમયમાં કરવામાં આવશે તેવી ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ કચોટ એ જણાવ્યું હતું કે માનવ અધિકારના રક્ષણ માટે હવે મોરબી જિલ્લામાં માનવ અધિકારોનું ક્યાંય પણ ખંડન થતું હશે કે કોઈપણ નાગરિકને અન્યાય થતો જાણવામાં આવશે તો તરત જ ભારતીય માનવાધિકાર એસોસિએશન મોરબી જિલ્લા ટીમ દ્વારા ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે,


આ મિટિંગમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી શ્રી જે કે છૈયા સર, જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ કચોટ, જિલ્લા મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ, ગીરીશભાઈ પેથાપરા, ભરતભાઈ ચાવડા, ચંદ્રકાંતભાઈ વિરમગામા, વિજયભાઈ ડાંગર, વિજય કુમાર બોપલિયા, વિરજીભાઈ ચાવડા, દિલીપભાઈ ડાંગર, હર્ષભાઈ ફુલતરીયા, ભાવિનભાઈ ફેફર, મનીષભાઈ હોથી, અશોકભાઈ રૂપાલા, શેખ ફકીર અસલમ, ગોપાલભાઈ સીતાપરા તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button