
આંધ્ર પ્રદેશની 3, બિહારની 6, છત્તીસગઢમાં 1, ગુજરાતમાં 4, હરિયાણા-હિમાચલ પ્રદેશમાં 1-1, કર્ણાટકમાં 4, મધ્ય પ્રદેશમાં 5, મહારાષ્ટ્રમાં 6, તેલંગાણામાં 3, ઉત્તર પ્રદેશમાં 10, ઉત્તરાખંડમાં 1, પશ્ચિમ બંગાળમાં 5, ઓરિસ્સામાં 3, રાજસ્થાનમાં 3 બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે.
મનસુખ માંડવિયા, પુરૂષોત્તમ રૂપાલા, અમી યાજ્ઞિક, નારણ રાઠવાની રાજ્યસભાની ટર્મ એપ્રિલ મહિનામાં પૂર્ણ થઇ રહી છે. 2 એપ્રિલે તેમની ટર્મ પૂર્ણ થઇ રહી છે.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સહિત 57 નેતાઓનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થશે.

[wptube id="1252022"]









