MORBI:મોરબી ઓમશાંતિ વિદ્યાલયના(ટી.ડી. પટેલ સંચાલિત) શાળામા વાર્ષિક ઈનામવિતરણ કાર્યક્રમ યોજાયો

મોરબી:ઓમશાંતિ વિદ્યાલયના(ટી.ડી. પટેલ સંચાલિત) શાળામા વાર્ષિક ઈનામવિતરણ કાર્યક્રમ યોજાયો

શ્રી જી.ટી. પંડયા (આઈ.એ.એસ.)કલેકટરશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા તારીખ ૨૯/૧/૨૦૨૪ ના રોજ સવારે ૯:૦૦ કલાકે ઓમશાંતિ વિદ્યાલયના(ટી.ડી. પટેલ સંચાલિત) વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શાળાના વાર્ષિક ઈનામવિતરણ કાર્યક્રમમાં શાળા ખાતે હાજરી આપેલ હતી. શાળા દ્વારા શિક્ષણમાં અનોખો પ્રયોગ કરી જે વિદ્યાર્થી હાજરી, લેશન, યુનિફોર્મમાં નિયમિત હોય, મંથલી ટેસ્ટમાં પૂરા માર્કસ મેળવતા હોય તેમજ શાળાની છ માસિક અને વાર્ષિક પરીક્ષામાં પૂરા માર્કસ મેળવતા હોય તો તેમને લાલ સ્ટાર આપવામાં આવતા હોય અને આવા ૨૫ લાલ સ્ટાર ભેગા થાય તો તે પ્રતિભાવન બાળકોને તેમની પસંદગીના ઈનામો આપવામાં આવે, સાથે જે બાળકો ગયા શૈક્ષણિક વર્ષમાં પ્રથમ નંબર પ્રાત કરેલ તેમને શિલ્ડ અને સર્ટીફીકેટ સાથે પસંદગીના ઈનામ કલેકટરશ્રીના હસ્તે આપવામાં આવેલ.

કલેકટરશ્રીએ પોતાના વકતવ્યમાં વિદ્યાર્થીઓને જીવનમાં અભ્યાસ પ્રત્યે સજાગ રહેવા અને ધ્યેય હાંસલ કરવાની શીખ આપી હતી. શાળાના ટ્રસ્ટીશ્રી ટી.ડી. પટેલ સાહેબે શાળાની શિક્ષણપધ્ધતિ અને ઈનામ વિતરણની ટુંકમાં માહિતી આપી હતી.









