MORBI:મોરબીના યદુનંદનપાર્ક-૧ના રહેણાંકમાંથી વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે ઇસમ ઝડપાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ યદુનંદનપાર્ક-૧ ના રહેણાંક મકાનમાં મોરબી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી વિદેશી દારૂ તથા બિયરનો મસમોટો જથ્થો ઝડપી લીધેલ છે. પોલીસે મકાનમાંથી વિદેશી દારૂની ૨૫૨ બોટલ તથા બિયરના ૬૦ ટીન સાથે આરોપીની ધરપકડ કરી કેફી પ્રવાહીનો જથ્થો કબ્જે લઇ આરોપી વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબીના શનાળા રોડ યદુનંદપાર્ક-૧ માં રહેતો મહિપતસિંહ જાડેજા પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. જે મુજબની બાતમીને આધારે પોલીસે આરોપીના રહેણાંક મકાનમાં રેઇડ કરતા ઘરમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૫૨ બોટલ તથા બિયરના ૬૦ ટીન કિ.રૂ.૧,૦૫,૭૨૦/-નો મુદામાલ સાથે આરોપી મહિપતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા ઉવ.૨૮ રહે. શનાળા રોડ યદુનંદનપાર્ક-૧ મૂળરહે.જોડિયા તાલુકા પીઠળ ગામની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી છે. રેઇડ દરમિયાન પકડાયેલ આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ ચલાવી છે.








