
ભારત સરકારે ડેવિસ કપ ટીમની પાકિસ્તાન જવાની જવાની મંજૂરી આપી દીધી છે. લગભગ 60 વર્ષ બાદ ભારતીય ટીમ ડેવિસ કપ મેચ માટે પાકિસ્તાન જવા જઈ રહી છે. પાકિસ્તાન હાઈ કમિશને ભારતીય ડેવિસ કપ ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે પણ વિઝા જારી કર્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ડેવિસ કપની વર્લ્ડ ગ્રુપ-1 મેચ 3 અને 4 ફેબ્રુઆરીએ ઈસ્લામાબાદમાં રમાનાર છે.
તમને જણાવી દઈએ કે ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (ITF)એ આ મેચને ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરવાની વિનંતીને ફગાવી દીધી હતી. આ પછી, ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA) એ તેની ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપવા માટે સરકાર પાસે મંજૂરી માંગી હતી.
ભારતીય ડેવિસ કપ ટીમ છેલ્લે 1964માં પાકિસ્તાન ગઈ હતી. ત્યારે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું. વર્ષ 2019માં બંને ટીમોની ડેવિસ કપ મેચ કઝાકિસ્તાનમાં શિફ્ટ કરવામાં આવી હતી.
ત્યારબાદ AITAએ ITFને રાજકીય તણાવને ટાંકીને ફેરફારો કરવા વિનંતી કરી હતી. તે સમયે AITAની વિનંતી સ્વીકારવામાં આવી હતી. ભારતીય ટીમ રવિવારે પાકિસ્તાન જવા રવાના થઈ શકે છે.