TANKARA:ટંકારા કુમાર તાલુકા શાળામાં 75 મા પ્રજાસતાક દિવસ નિમિત્તે ઘ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું.

ગુલાબી ઠંડી અને શુભ સવારે ટંકારા ગામની શ્રી ટંકારા કુમાર તાલુકા શાળામાં *75 મા પ્રજાસતાક દિવસ નિમિત્તે ઘ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું.

જે અંતર્ગત ગામનાં સરપંચ શ્રી ગોરધનભાઈ ખોખાણી અને ઉપસરપંચ પ્રતિનિધિ શ્રી હેમંતભાઈ ચાવડાએ કાર્યક્ર્મમાં હાજરી આપીને કાર્યક્ર્મની શોભા વધારી હતી. સરપંચ શ્રી ગોરધનભાઈ દ્વારા ઘ્વજવંદન કરવામાં આવ્યું. ત્યાર બાદ તેમણે વિધાર્થીઓને દેશપ્રેમ અને દેશ પ્રત્યે વફાદારી વિશે માગૅદશૅન આપ્યું. સરપંચ શ્રી તથા ઉપસરપંચ શ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ શરૂ કરાયો. શાળાના આચાર્ય શ્રી પરેશભાઈ દુબરીયા દ્વારા કાર્યક્ર્મનું સમગ્ર સંચાલન કરવામાં આવ્યું. શાળાનાં શિક્ષકો શ્રી અર્ચનાબેન, મોનિકાબેન, તેજલબેન, મિત્તલબેન, તન્વીબેન, હિતેશભાઈ તેમજ મનીષાબેનના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ દેશભક્તિ ડાન્સ, પિરામિડ, નાટક, એકપાત્રીય અભિનય વગેરે કૃતિઓ રજૂ કરી. શાળાનાં ભૂતપૂર્વ શિક્ષકશ્રીઓ જીવાણી સાહેબ, પાલરિયા સાહેબ, SMC ના સભ્યો, કન્યાશાળા ની વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓના વાલીગણે પણ કાર્યક્ર્મમાં બહોળી સંખ્યામાં પોતાની કિંમતી હાજરી આપી. છેલ્લે શાળાના આચાર્યશ્રી પરેશભાઈ દુબરિયા દ્વારા આભારવિધી કરવામાં આવી.









