
કડીમાં એસ ટી ડેપો માંથી માનસીક ત્રાસ આપી ધંધુકા ડેપો માં બદલી કરતા એસટી ટીસી કર્મચારીનો આપઘાતનો પ્રયાસ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કડી ડેપોના મેનેજર ટીઆઈ અને અન્ય એક અધિકારી દ્વારા ડેપોના કર્મચારી અશોકભાઈ ચાવડા ને પોતાની હંગામી ટીસી તરીકે ફરજ દરમ્યાન માનસિક શારીરિક ત્રાસ આપી ક્રેડિટ થ્રિફટ સોસાયટી સહીઓ કરાવી પરેશાન કરી તેઓની ધંધુકા ખાતે બદલી કરી જો હુકમી નિર્ણય કરતા ફીનાઈલ પી ને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો આત્મહત્યા પહેલા તેઓએ ડેપો મેનેજર તેમજ ટીઆઈ તેમજ અન્ય એક કર્મચારી ઉપર ગંભીર આક્ષેપ કરતો પત્ર સુસાઇડ નોટ લખી હતી જોકે આત્મહત્યા નો ગંભીર પરિણામ આવે તે પહેલાં અશોક ભાઈ ચાવડા ને સારવાર માટે દવાખાને લાવી દેવામાં આવતા હાલ તબિયત સ્ટેબલ છે તેઓની રૂબરૂ સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતુ કે ડેપો મેનેજર વિનિતા બેન તેમજ ટીઆઈ અસજગર ખાન કે પઠાણ તેમજ મુકેશભાઈ પટેલ સહિત ત્રણે જણા મારી હંગામી ટીસી તરીકે બઢતી ને લઈને મારી સાથે ઓરમાયું વર્તન કરી માનસિક પરેશાન કરતા જે બાબત ની તમામ વાહન વ્યવહાર વિભાગની શાખાઓ અને તંત્ર ને જાણ કરી તેઓના પોલીસ મથકે જાણવા જોગ ફરીયાદ કરવા છતાં પ્રશ્નો નો કોઈ ઉકેલ નહીં જણાતા ફીનાઈલ પી આત્મહત્યા નો પ્રયાસ કર્યો તે પહેલાં ત્રણે અધિકારીઓ ની કહાની દર્શાવતો પત્ર સુસાઇડ નોટ લખી હતી જો તંત્ર આવા બોગસ કર્મચારીઓ સામે કોઈ પગલાં નહિ ભરે અને મારાથી કોઈ અજુગતુ થઈ જશે તો તેની જવાબદારી આ ત્રણ કર્મચારી અને તંત્ર ની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જ્યારે આ મામલે એસટી વિભાગ ના ડેપો મેનેજર વિનિતા બેનનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતુકે અશોકભાઇ ચાવડાએ કરેલા તમામ આક્ષેપો પાયા વિહોણા છે તેમને કોઈએ પરેશાન નથી કર્યા તેઓની બદલી ધંધુકા ખાતે કરવામાં આવી છે કડી ડેપો સાથે કોઈ લેવા દેવા નથી જોકે એસટી માર્ગ વાહન વિભાગ ના ઉચ્ચતરીય અધિકારીઓ એ બંને પક્ષે ન્યાયિક તપાસ કરી પ્રશ્ન નો સત્વરે નિકાલ લાવવો જરૂરી છે નહીતો કોઈ એક કર્મચારી અને કોઈ એક પરિવાર નો સભ્ય ગુમાવવો ના પડે તે પહેલાં તંત્ર દ્વારા ઉભો થયેલ પ્રશ્ન નો નિરાકરણ લાવવો જરૂરી બન્યો છે





