GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદ તાલુકાની નવા ઘનશ્યામગઢ પ્રા. શાળામાં 75 માં પ્રજાસ્તાકદિને ગામની ભણેલી તેજસ્વી દીકરી અંજનાબેનના હસ્તે ધ્વજવંદન….

હળવદ તાલુકાની નવા ઘનશ્યામગઢ પ્રા. શાળામાં 75 માં પ્રજાસ્તાકદિને ગામની ભણેલી તેજસ્વી દીકરી અંજનાબેનના હસ્તે ધ્વજવંદન….
શ્રી નવા ઘનશ્યામગઢ કુમાર પ્રા. શાળા ખાતે પ્રજાસ્તાક દિને ગામની તેજસ્વી દીકરી લોરીયા અંજનાબેન અશોકભાઈના હસ્તે ધ્વવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અંજનાબેન દ્વારા ભારતની મહાન આર્યનારીઓ તેમજ આજની નારીશક્તિઓ વિશે પોતાની ધારદાર છટામાં વક્તવ્ય રજુ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી હતા..
ત્યારબાદ સરપંચશ્રી દ્વારા અંજનાબેનને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા..
સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવજીભાઈ તેમજ નિધિબેને કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી, હરેશભાઈ, ભરતભાઈ વગેરે ખૂબ મહેનત કરી હતી.
[wptube id="1252022"]