
MORBI મોરબીના બે હોમગાર્ડ જવાનને મુખ્યમંત્રી ચંદ્રક એનાયત અર્પણ
મોરબી જિલ્લા હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા બે હોમગાર્ડ જવાનોને કર્તવ્યનિષ્ઠા સાથે ફરજ બજાવવા બદલ પ્રજાસતાક પર્વે મુખ્યમંત્રી ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લામા કોરોના મહામારી તેમજ કુદરતી આફતો સમયે કર્તવ્યનિષ્ઠા પૂર્વક ફરજ બજાવનાર હોમગાર્ડ જવાનોને વિશિષ્ટ સન્માન માટે રાજ્યપાલ અને મુખ્યમંત્રી એનાયત કરવામા આવે છે જેમાં મોરબી જિલ્લા હોમગાર્ડના પ્લાટુન સાર્જન્ટ અરુણભાઈ નાગજીભાઈ પરમાર અને હોમગાર્ડ આસિસ્ટન્ટ સેક્સન લીડર બ્રિજેશભાઈ ચંદ્રકાંતભાઈ પંડયાને પ્રજાસતાક પર્વની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ચંદ્રક એનાયત કરવામા આવ્યા
[wptube id="1252022"]








