
MORBI:મોરબી સબ જેલ ખાતે પ્રજાસતાક દિવસની ઉજવણી કરાઇ

મોરબી સબ જેલ ખાતે તા.૨૬/૦૧/૨૦૨૪ ના રોજ “૭૫ માં પ્રજાસતાક દિવસ” રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવેલ. જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ સાહેબનાઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી અધિકારી/કર્મચારીઓ તેમજ પરિવારના સભ્યો અને તમામ બંદીવાનોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા પાઠવેલ. બંદિવાનો દ્વારા દેશભક્તિને લગતા કાર્યક્રમો જેવા કે, દેશ-ભક્તિ ગીત, સાંસ્કૃતિક કાર્યક્રમ, કેરમ, ચેસ, લીંબુ ચમચી, લુડો જેવી સ્પર્ધા યોજેલ અને બંદીવાન ભાઈઓએ ભાગ લીધેલ હતો. જે સ્પર્ધામાં જીતેલ બંદીવાન ભાઈઓ બહેનોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ હતા. આમ રાષ્ટ્રીય કાર્યક્રમની ધામ-ધૂમથી ઉજવણી કરવામાં આવેલ છે. જેલમાં સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ અને બંદીવાનોને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ સફળ કરવા જેલર શ્રી પી.એમ.ચાવડા તેમજ જેલ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.









