MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર વિદેશી દારૂની બે બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

WAKANER:વાંકાનેર વિદેશી દારૂની બે બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ગાંગીયાવદર ગામની વગડીયાવાળી સીમમાં રતભાઈ ભરવાડની વાડી પાસે કાચા રસ્તે બે ઈસમો શંકાસ્પદ હાલતમાં ઉભા હોય ત્યારે તેને રોકી ચેક કરતા તેની પાસેથી વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હ્યસ્કીની ૨ બોટલ મળી આવતા બંને આરોપી મનસુખભાઇ ઉર્ફે ભગત ધરમશીભાઇ ધોરીયા ઉવ.૪૬ રહે.ગાંગીયાવદર તા.વાંકાનેર જી.મોરબી તથા રસીકભાઇ ધીરૂભાઇ ધરજીયા ઉવ.૩૪ રહે.ગાંગીયાવદર તા.વાંકાનેર જી.મોરબીની સ્થળ ઉપરથી અટક કરી હતી. જયારે આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો આપી જનાર આરોપી ચેતનભાઇ પ્રેમજીભાઇ કાણોતરા રહે.મોરથરા તા.થાનગઢ જી.સુરેન્દ્રનગરનું નામ ખુલવા પામ્યું હતું. આથી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button