GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ભારતી વિધાલય શાળામાં ઉજવાયો ૭૫ મો રાષ્ટ્રીય પ્રજાસતાક પર્વ

મોરબી – ૨ વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં ઉજવાયો ૭૫ મો રાષ્ટ્રીય પ્રજાસતાક પર્વ

ભારતી વિધાલય શાળામાં ઉત્સાહ પૂર્વક ધામધૂમ થી આજ રોજ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ.જેમાં ધ્વજવંદન ૐ ઓર્થોપેડિક ના ડો.ચિન્મયભાઈ ત્રિવેદીના વરદ હસ્તે કરવામાં આવેલ.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જયરાજસિંહ જાડેજા ( પૂર્વ ઉપપ્રમુખ મોરબી નગર પાલિકા ) પુષ્પરાજસિંહ જાડેજા ( વિશ્વ હિન્દુ પરિષદ ) ડો.આશિષભાઈ ત્રિવેદી , પત્રકાર જિગ્નેશભાઈ ભટ્ટ, સામાજિક કાર્યકર વિશ્વરાજસિંહ જાડેજા , દિલિપભાઈ અગેચાણીયા ( પ્રમુખ – મોરબી બાર એશોશીએશન ) ઘનશ્યામસિંહ ઝાલા , પ્રફુલાબેન કોટેચા,હેતલબેન (અનસ્ટોપેબલ NGO) ધનશ્યામભાઈ સંઘાણી કિશોરભાઈ જાની , જયેશભાઈ મહેતા , નરેશભાઈ રાઠોડ પધારી કાર્યક્રમની શોભા વધારેલ.કાર્યક્રમ માં વિધાર્થીઓ દ્વારા અવનવી દેશભક્તિ ગીત પર કૃતિ રજૂ કરેલ જેવી કે નન્હા મુનહા રાહી હું , દેશ રંગીલા , રંગીલો મારો ઢોલના વગેરે.કાર્યક્રમની મુખ્ય કૃતિ જય શ્રી રામની થીમ પર કરેલ ડાન્સ હતો કે જે પ્રેક્ષકો અને મહેમાનોનું મન મોહી લીધું હતું.કાર્યક્રમની સાથે વિધાર્થીઓને ઇનામો આપી તેમને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડેલ.કાર્યક્રમમાં પધારેલ તમામ મહેમાનોને શાળા પ્રમુખ શ્રી હિતેશભાઇ મહેતા એ રામ લલ્લાની ફોટો ફ્રેમ યાદ સ્વરૂપે આપેલ અને કાર્યક્રમમાં પધારવા બદલ વાલીશ્રી અને મહેમાનોનો આભાર વ્યકત કરેલ તેમજ કાર્યક્રમને આટલો મનમોહન બનાવવા બદલ શાળા સ્ટાફ મિત્રો અને વિધાર્થીઓને અભિનંદન આપેલ.

[wptube id="1252022"]
Back to top button