GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે મોરબી જિલ્લા માહિતી કચેરી સન્માનિત

MORBI:મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે મોરબી જિલ્લા માહિતી કચેરી સન્માનિત

 

માહિતી કચેરીના કેમેરામેન ભરતભાઈ તેમજ ફોટોગ્રાફર પ્રવીણભાઈનું પ્રચાર-પ્રસારની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન

મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે જિલ્લા માહિતી કચેરીના વીડિયોગ્રારશ્રી ભરતભાઈ ફુલતરીયા તેમજ ફોટોગ્રાફરશ્રી પ્રવીણભાઈ શનાળિયાઅનું પ્રચાર-પ્રસારની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

માળીયા તાલુકાના ખાખરેચી ખાતે યોજાયેલા ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરનાર કચેરીઓ, અધિકારી/કર્મચારી, નાગરિકો તથા સંસ્થાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સરકાર દ્વારા તાજેતરમાં ચલાવેલ ‘સ્વચ્છતા એજ સેવા અભિયાન’ અને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા અભિયાન’ અને ‘મારી માટી મારો દેશ અભિયાન’ અન્વયે પ્રચાર પ્રસારની ઉત્તમ કામગીરી, રાજ્યપાલશ્રી, કેબિનેટ મંત્રીશ્રી, રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન પ્રચાર-પ્રસારની શ્રેષ્ઠ કામગીરી બદલ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરી વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button