GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana)દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા ૨૬ મી જાન્યુઆરી નિમિતે ધ્વજવંદન કરાયું અને વિવિધ શાળામાં ૩૩૦૦ વિદ્યાર્થીઓને નાસ્તા બોક્ષનું વિતરણ

દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા ૨૬ મી જાન્યુઆરી નિમિતે ધ્વજવંદન કરાયું અને વિવિધ શાળામાં ૩૩૦૦ વિદ્યાર્થીઓને નાસ્તા બોક્ષનું વિતરણ

માળિયા (મી.) તાલુક્કાનું એક માત્ર એવું મીઠાનું એકમ જ્યાં સ્વતંત્ર અને ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવ સોલ્ટ પ્રા. લી. માં ગણતંત્ર દીવાસીની ઉજવણી નિમિતે કંપનીના પ્રોડકશન મેનેજર ભુપતસિંહ જાડેજા ધ્વજ ફરકાવ્યો હતો જેમાં કંપનીના કર્મચારીઓ સહભાગી બન્યા હતા.
હંમેશા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે દેવ સોલ્ટ દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરતા રહે છે. આ વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણી નિમિતે વિવિધ ગામોની શાળાના ૩૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને નાસ્તા બોક્ષનું વિતરણ કરાયું હતું. આ વિતરણ દરમિયાન કંપનીના અધિકારી વિવીક ધ્રુણા, રમજાન જેડા અને અમિત સવસેટા ઉપસ્થિતિમાં કરાયું હતું.

[wptube id="1252022"]
Back to top button