
મોરબી પોલીસે જુગારની બે રેડમા ચાર શખ્સો ઝડપાયા
મોરબી તાલુકા પોલીસે રાજપર ગામની સીમ, મામાના મંદિર પાસે જાહેરમાં ગંજીપતાનો જુગાર રમી રહેલા આરોપી અનિલભાઈ શાંતિભાઈ ચાવડા અને અશ્વિનભાઈ જીવરાજભાઈ શનાળિયાને 450ની રોકડ સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજી કાર્યવાહીમાં મોરબી તાલુકા પોલીસે ટીંબડી ગામના પાટિયા પાસે બસ સ્ટોપ પાછળ આવેલ બંધ દુકાનની લાઇટ નીચે નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી જયેશભાઇ માણેકલાલ ત્રિવેદી અને અર્જુનભાઇ જીવનભાઈ રાજપૂતને 510 રૂપિયા રોકડા સાથે ઝડપી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
[wptube id="1252022"]








