WAKANER :વાંકાનેર ના 101 ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ ફર્યો

WAKANER :વાંકાનેર ના 101 ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ ફર્યો
“ધારાસભ્ય સંસદ સભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સહિત ના જિલ્લા સરકારી બાબુ તેમજ તાલુકા સરકારી કર્મચારીઓ હાજરી આપી”

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશ સહિત ગુજરાતના વિવિધ શહેર જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વિકસિત ભારત યાત્રા ના રથના માધ્યમથી સરકારી યોજના અંતર્ગત માર્ગદર્શન તેમજ લાભાર્થીઓના પરિચય સાથે લાઇવ પ્રસારણ પણ કરી વિવિધ યોજનાઓ અંગે ગ્રામ્ય વિસ્તારના લોકોને જાગૃત કર્યા છે તેમાં ગત તારીખ 23 11 2023 થી 24 1 2024 સુધી એમ બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ વાંકાનેર ના 101 ગ્રામ્ય વિસ્તારમાં ફર્યો હતો તેમાં વાંકાનેર ના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર એવા ઢુવા થી જય ગણેશ કર્યા હતા જેનું રાજા વડલા ખાતે તારીખ 24 1 2024 ના રોજ સમાપન થયેલ છે આ કાર્યક્રમ દરમિયાન વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી રાજ્યસભાના સંસદ કેસરીદેવસિંહ ઝાલા તેમજ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને તાલુકા પંચાયતના પ્રમુખ કૈલાશબા હરિસિંહ ઝાલા એ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં હાજર રહી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની માહિતી અંતર્ગત હાજરી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કક્ષાના સરકારી અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના સરકારી કર્મચારી હાજરી આપી હતી તેમાં વાંકાનેર તાલુકા પંચાયત ના કર્મચારીઓ માં આર એ કોઢીયા તાલુકા વિકાસ અધિકારી બી.બી.સોલંકી મદદનીસ તાલુકા વિકાસ અધિકારી. એમ વી શેરસીયા,સી.કે પટેલ, એ.ટી.ધોરીયા, એમ.એચ.ખોખર, ડી.એમ.રાઠોડ, ટી.સી. સોલંકી, સહિતના કર્મચારીઓ એ હાજરી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન વાંકાનેર તાલુકાના 101 ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રી ઓ; શિક્ષકશ્રી ઓ, તલાટી મંત્રીશ્રીઓ એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથની આવકાર સાથે સ્વાગત કરી કાર્યક્રમની સફળ બનાવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટી ભાજપના હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા તેમાં રમેશભાઈ વોરા,જોસનાબેન રાઠોડ,નરેન્દ્ર ભાઈ સોલંકી,તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ હરિસિંહ ઝાલા સહિતના મહાનુભાવો એ વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ તેમજ યોજનાઓના લાભાર્થીઓના અભિપ્રાય રજૂ કર્યા હતા તેમજ આજના આધુનિક યુગમાં મોદીની ગેરંટી વાળી ગાડી ગામડે ગામડે પહોંચી હતી. તે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે








