જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા “રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવી

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા “રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અંતર્ગત “તેજસ્વીની મહાનગરપાલિકા“ નુંઆયોજન કરવામાં આવેલ, જેમાં દીકરીઓ માટે સમાજમાં રહેલ ભેદભાવોને દુર કરી સમાનતા લાવવા માટે તથા તેઓને મુખ્ય પ્રવાહ સાથે જોડવા તેમજ દીકરીઓના જન્મ, ગુણવત્તા યુક્ત શિક્ષણ, રોજગાર, લોકતાંત્રિક મુલ્યોથી અવગત કરાવવાના હેતુથી એક નવતર પહેલ રૂપે આ ઉજવણી કરવામાં આવેલ.
આ સાથે જ મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈ.સી.ડી.એસ. દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ના માતા “યશોદા એવોર્ડ” વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ.
જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકાને અને એક આંગણવાડી કાર્યકર અને તેડાગરને જીલ્લા કક્ષાએ અને એક કાર્યકર અને તેડાગરને ઘટક કક્ષાએ એવોર્ડ એનાયત કરવામાં આવેલ.
આ કાર્યક્રમ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ગીતાબેન પરમારના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવેલ, જેમાં કમિશ્નર રાજેશ એમ.તન્ના, મહાનગરપાલિકા, જુનાગઢ, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પારસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, ચેરમેન સમાજ કલ્યાણ સમિતિ વાલભાઈ આમછેડા, પૂર્વ મેયર આધ્યાશક્તિબેન મજમુદાર, કોર્પોરેટર દિવાળીબેન પરમાર, કોર્પોરેટર શાંતાબેન મોકરિયા, સેક્રેટરી અને આસિસ્ટન્ટ કમિશનર(ટેક્ષ) કલ્પેશ જી. ટોલિયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ, આ પ્રસંગે આઈસીડીએસ શાખા મહાનગરપાલિકા જુનાગઢના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન એસ. દવે દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તથા તમામ મંચસ્થ મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ, આ કાર્યક્રમના અવસરે આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા હેઠળના આંગણવાડી કેન્દ્ર ખાતે નોંધાયેલ બાલિકા (કિશોરીઓ) દ્વારા એક તેજસ્વિની સાધારણ સભા નું આયોજન તેમજ સંચાલન કરવામાં આવેલ. મહિલાની સશક્તિકરણની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે કિશોરીઓને માહિતગાર કરવામાં આવેલ તેમજ સંપુર્ણ કાર્યક્રમનું સફળ સંચાલત આઈ.સી.ડી.એસ. શાખા મહાનગર પાલિકા, જુનાગઢના પ્રોગ્રામ આસીસ્ટન્ટ તેમજ પુર્ણા કન્સલટન્ટ દ્વારા કરવામાં આવેલ.





