JUNAGADHJUNAGADH CITY / TALUKO

જુનાગઢ લોકસભા અંતર્ગત મઘ્યસ્થ ચુંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું

ગુજરાત સરકારનાં કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાનાં હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતનાં ૨૬ લોકસભા મધ્યસ્થ કાર્યાલયોનો શુભારંભ કરી લોકસભાની ચુંટણીનો શંખનાદ કર્યો હતો. ત્યારે ૧૩-જુનાગઢ લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું પણ આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં આ પ્રસંગે ગુજરાત સરકારનાં કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, લોકસભા બેઠક પ્રભારી ઉદયભાઈ કાનગડ, લોકસભા બેઠક સંયોજક ચંદ્રેશભાઇ હેરમા, જિલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ, મહાનગર પ્રભારી નિમુબેન બાંભણીયા, મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્મા જિલ્લા અધ્યક્ષ કીરીટભાઇ પટેલ, ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા, ધારાસભ્યો સંજયભાઈ કોરડીયા, કે.સી.રાઠોડ, ભગવાનજીભાઈ બારડ, ભગવાનજીભાઈ કરગઠીયા, પ્રદ્યુમ્ન ભાઈ વાજા, મહાનગર સંગઠન મહામંત્રી ભરતભાઈ શીંગાળા મનનભાઇ અભાણી વિનુભાઇ ચાંદેગ્રા, પુવૅ ધારાસભ્યો, જિલ્લા હોદેદારો , જિલ્લાના આગેવાનો, મહાનગર આગેવાનો, મહાનગર હોદેદારો તથા કાયૅકતાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.

[wptube id="1252022"]
Back to top button