GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળિયા તાલુકા કક્ષા ખેલ મહાકુંભ સ્પર્ધામાં રત્નમણિ પ્રા. શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ!

માળિયા તાલુકા કક્ષા ખેલ મહાકુંભ સ્પર્ધામાં રત્નમણિ પ્રા. શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
માળિયા મિયાણા માં તાલુકા કક્ષા ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધા તાજેતરમાં યોજાઈ હતી. આ ખેલ મહાકુંભની વિવિધ એથ્લેટીક્સ સ્પર્ધાઓમાં મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેમાં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અંડર ૯ વય જૂથની સ્પર્ધામાં હુંબલ રાકેશ પ્રથમ, અંડર ૧૧ વયજૂથની સ્પર્ધામાં મકવાણા હર્ષ પ્રથમ, ૫૦ મીટર દોડ અંડર ૧૧ વયજૂથની સ્પર્ધામાં હુંબલ શ્રેયા પ્રથમ અને ડાંગર કરણ દ્વિતીય તેમજ ગોળા ફેક અંડર ૧૪ વયજૂથની સ્પર્ધામાં ચાવડા પ્રતિક એ દ્વિતીય નંબર મેળવ્યો હતો. આ તકે વિજેતા થનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. આગામી સમયમાં વિજેતા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ભાગ લેશે.

[wptube id="1252022"]
Back to top button