NAVSARI

નવસારી-ડાંગ સહિત રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીના અધ્યાપકોની માંગણીઓ ન સ્વીકારતા આંદોલનના માર્ગે…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી-ડાંગ કૃષિ યુનીવર્સીટી સહિત ગુજરાત રાજ્યની અન્ય કૃષિ યુનીવર્સીટીના અધ્યાપકો અને વૈજ્ઞાનિકોને સીએએસ તથા અન્ય લાભ ન મળતાં આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડે એમ છે.આ અંગે ગુજરાત રાજ્ય કૃષિ યુનીવર્સીટી અધ્યાપક મંડળ-ફેડરેશન દ્વારા  સરકારને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવાં છતાં આ મામલે માત્ર આશ્વાસન જ આપવામાં આવતાં મંડળ દ્વારા અગામી દિવસોમાં આંદોલન આગળ  વધારવાની ફરજ પડી શકે એમ છે.દેશના અલગ અલગ રાજ્યોમાં ચાલતી ટ્રેડીશનલ યુનિવર્સિટીઓ અને કૃષિ યુનિવર્સિટીઓના અધ્યાપકો, વૈજ્ઞાનિકોને આ લાભ મળેલ છે.ગુજરાત સરકાર દ્વારા  ટ્રેડિશનલ યુનિવર્સિટીઓના અધ્યાપકોને પણ આ લાભ આપેલ છે માત્ર કૃષિ યુનિવર્સિટીઓના અધ્યાપકો, વૈજ્ઞાનિકોને જ આ લાભ મળેલ નથી.રાજયની કૃષિ યુનિવર્સિટીઓના અધ્યાપકો અને વૈજ્ઞાનિકોને સાતમા પગાર પંચના અમલ થયાબાદ મળવાપાત્ર કૅરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ  ગુજરાત સરકાર દ્વારા વર્ષો બાદ પણ આપવામાં આવેલ નથી. કૃષિ યુનિવર્સિટીઓના અધ્યાપકો અને વૈજ્ઞાનિકો ગુજરાત રાજ્યના કૃષિ વિકાસ તેમજ રાજ્યના ખેડૂત અને વિદ્યાર્થી આલમના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ અંગેની સઘળી કામગીરી નિયમિત રીતે નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સોંપવામાં આવતી તમામ ખેડૂત-લક્ષી કામગીરી જેવી કે વાવાજોડાના નુકસાનનો સર્વે,કૃષિ મહોત્સવ, કૃષિ-મેળા અને કુદરતી આફતો દરમ્યાન ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીમાં પણ સર્વે અધ્યાપકો અને વૈજ્ઞાનિકો કૃષિ યુનિવર્સિટી અને રાજ્ય સરકાર સાથે ઊભા રહીને ખંતપૂર્વક તેઓની ફરજો બજાવે છે.
ખૂબજ દુઃખદ  છે અને ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યના કૃષિ અધ્યાપકો અને વૈજ્ઞાનિકોને હોવા છતાં આ કૅરિયર એડવાન્સમેન્ટ બાબતે કોઈપણ લાભ મળતા ના હોઇ ગ્લાનિ અનુભવે છે તેમજ અધ્યાપકો અને વૈજ્ઞાનિકોમાં ઘણી હતાશા વ્યાપેલ છે.ગુજરાત રાજય સરકારના આરોગ્ય તેમજ શિક્ષણ વિભાગ હસ્તકની યુનિવર્સિટીઓ અને કોલેજનો શૈક્ષણિક સંવર્ગને સદર કૅરિયર એડવાન્સમેન્ટ સ્કીમ લાભ એક વર્ષ અગાઉ આપી દેવામાં આવેલ છે. પરંતુ ગુજરાત સરકારે રાજયની કૃષિ યુનિવર્સિટીઓના અધ્યાપકો અને વૈજ્ઞાનિકોને છઠ્ઠા પગાર પંચ અન્વયે કૅરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો જે લાભ મળતો હતો તે લાભ સાતમા પગાર પંચના અમલ પછી આપવામાં આવેલ નથી. આમ, રાજ્યના કૃષિ અને ખેડૂત-લક્ષી વિકાસ માટેના કામ સાથે સંકળાયેલા કૃષિ યુનિવર્સિટીઓના અધ્યાપકો અને વૈજ્ઞાનિકો પ્રત્યે રાજય સરકાર તરફથી ઓરમાયું વર્તન રાખવામાં આવેલ છે.ગુજરાત રાજય કૃષિ યુનિવર્સિટીઓના અધ્યાપક મંડળ-ફૅડરેશન દ્વારા તેમજ સરકારને અનેક વાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. પરંતુ સદર બાબતે માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે તેમજ  કૅરિયર એડવાન્સમેન્ટ સ્કીમને લગતી ફાઇલ રાજય સરકાર કક્ષાએ ઘણા લાંબા સમયથી (આશરે ૪.૦ વર્ષથી વધુ સમય) વિચારાધીન છે. પરંતુ આ ફાઇલ બાબતે વિભાગ દ્વારા વારંવાર ક્ષુલ્લક અને નજીવા વાંધા કાઢી બિન-જરૂરી રીતે પડતર રાખવામાં આવે છે, જે અન્યાયીભરેલું છે.આથી, કૅરિયર એડવાન્સમેન્ટ બાબતે તા. ૨૯.૦૧.૨૦૨૪ સુધી જો કોઈ સકારાત્મક ઉકેલ ન આવે તો નાછૂટકે ગુજરાત રાજયની ચારેય કૃષિ યુનિવર્સિટીઓના અધ્યાપક મંડળો દ્વારા આ બાબતે લડતને ઉગ્ર બનાવવાનું નક્કી કરેલ છે અને આગામી દિવસોમાં કૃષિ અધ્યાપકોઅને વૈજ્ઞાનિકો ભારે હૈયે તેઓના અધિકાર માટે તા. ૩૦.૦૧.૨૦૨૪ થી કાળીપટ્ટી ધારણ કરશે, તા. ૦૫.૦૨.૨૦૨૪ થી શૈક્ષણિક, વિસ્તરણ તેમજ સંશોધન કામગીરીનો બહિષ્કારકરશે અને તા. ૧૦.૦૨.૨૦૨૪થી પ્રતિક ઉપવાસથી આમરણાંત ઉપવાસમુજબના કાર્યક્રમો હાથ ધરી અસહકારનું આંદોલન તેમજ હડતાળ કરી વિરોધ કરશે..

[wptube id="1252022"]
Back to top button