GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેરના માટેલ રોડ ઉપર વિકાસ હોટલમાં આવેલ ગ્રાહકની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરતા હોટલ મેનેજર વિરુદ્ધ કાર્યવાહી

મોરબી એસઓજી પોલીસ ટીમે વાંકાનેરના ઢૂવા-માટેલ રોડ ઉપર વિકાસ ગેસ્ટ હોઉસમાં ચેકીંગ હાથ ધરતા હોટલમાં આવતા ગ્રાહકોનું પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરતા હોવાનું સામે આવતા હોટલ સંચાલકની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર એસઓજી પોલીસ ટીમે વાંકાનેર તાલુકાના ઢૂવા-માટેલ રોડ ઉપર આવેલ વિકાસ ગેસ્ટ હાઉસમાં ચેકીંગ હાથ ધરતા ગેસ્ટ હાઉસના મેનેજર સુનીલભાઇ ઘુઘાભાઇ વાઢેર ઉવ.૧૯ રહે.વિકાસ ગેસ્ટ હાઉસ ઢુવા માટેલ રોડ મુળ રહે.મોટી મોલડી તા.ચોટીલા જી.સુરેંદ્રનગર પોતાના કબજા ભોગવટા વાળા ગેસ્ટ હાઉસમાં આવતા ગ્રાહકોની પથિક સોફટવેરમાં એન્ટ્રી ન કરી રજીસ્ટરમાં એન્ટ્રી કરતા હોય જેથી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ઉપરોક્ત વિકાસ ગેસ્ટ હાઉસના મેનેજર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથક ફરિયાદ નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








