Wakaner:વાંકાનેર શહેર ના દેવી-દેવતાઓના મંદિરો પર સફાઈ ઝુંબેશ શરૂ

Wakaner:વાંકાનેર શહેર ના દેવી-દેવતાઓના મંદિરો પર સફાઈ ઝુંબેશ શરૂ

વાંકાનેર: સમગ્ર રાજ્યભરમાં રામ ભક્તો દ્વારા અયોધ્યા શ્રીરામ મંદિર અંતર્ગત વિવિધ શહેર જિલ્લાઓ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શ્રીરામ મંદિર મહોત્સવ અંતર્ગત વાંકાનેર પંથકમાં પણ હર ઘર દીપ પ્રગટ સાથે પૂજા પાઠ પ્રાર્થના નો ભવ્ય કાર્યક્રમ વાંકાનેર શહેર સહિત ના ગ્રામ્ય વિસ્તારો ખાતે શ્રીરામ ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે વાંકાનેર પંથકમાં ધાર્મિક સ્થળોની દેવી-દેવતાઓના મંદિર ખાતે સફાઈ ઝુંબેશ અંતર્ગત કામગીરી શરૂ કરવામાં આવી હતી તેમાં વોર્ડ નંબર 2 ખાતે ના મહાકાલેશ્વર મંદિર માં ધર્મ પ્રેમી પ્રજા દ્વારા સાફ-સફાઈ અભિયાન હાથ ધરી મંદિરની આસપાસ ગંદકી કચરો દૂર કરી સ્વચ્છતા મંદિરો આસપાસ કરી હતી જેમાં હિન્દુ સમાજના સમાજ ચિંતકો અગ્રણીઓ આગેવાનો કાર્યકરો મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે તસવીરમાં દ્રશ્ય માન થાય છે









