કેશોદ અને વિસાવદરમાં તાલુકા મથકે તા.૨૪મી જાન્યુઆરીએ તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેના અનુસંધાને કેશોદ અને વિસાવદરમાં તાલુકા મથકે તા.૨૪મી જાન્યુઆરીએ સ્વાગત કાર્યક્રમ યોજાશે.
કેશોદ અને વિસાવદર ખાતેની મામલતદાર કચેરી ખાતે તા.૨૪-૧-૨૦૨૪ના રોજ ૧૧ કલાકે આ તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં અરજદારોના પ્રશ્નોને સાંભળવામાં આવશે.
[wptube id="1252022"]





