GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર અરણીટીંબા ગામ પાસે સ્કૂલ બસની ઠોકરે ચાર વર્ષની બાળકીનું મોત

વાંકાનેરના અરણીટીંબા ગામના તળાવ પાસે સ્કૂલ બસના ચાલકે પોતાની બસ રોડ સાઈડમાં ઉતારી દેતા રોડ સાઈડમાં રમતી ચાર વર્ષની બાળકીને હડફેટે લેતા માસુમ બાળકીનું મોત નીપજ્યું હતું. અકસ્માતના આ કરૂણ બનાવમાં બસનો ચાલક અકસ્માત સર્જી પોતાની બસ લઇ નાસી ગયો હતો.

વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા અને રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ઈમ્તિયાઝભાઈ દિલાવરભાઈ શાહમદારે આરોપી સ્કૂલ બસ રજી.નં.જીજે-૦૩-બીટી-૫૭૭૭ના ચાલક અર્જુનસિંહ કાનભા જાડેજા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી જાગેર કર્યુ કે ઈમ્તિયાઝભાઈ તેની પત્ની અને બાળકો સાથે અરણીટીંબા ગામે રીક્ષા લઇ લાકડા કાપવા ગયા હતા ત્યારે અરણીટીંબા ગામના તળાવ પાસે રોડની સાઈડમાં તેઓ લાકડા કાપતા હતા ત્યારે તે અરસામાં રોડ ઉપર સ્કૂલ બસના ચાલકે પોતાના હવાલવાળી બસ પુરપાટ ગતિએ ગફલતભરી રીતે ચલાવી બસને રોડની સાઈડમાં ઉતારી દઈ ઈમ્તિયાઝભાઈની માસુમ બાળકી કે જે રોડની સાઈડમાં રમતી હોય તેને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં માસુમ બાળકીને મોઢામાં અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકસ્માત સર્જી આરોપી બસનો ચાલક પોતાની બસ લઇ સ્થળ ઉપરથી નાસી ગયો હતો. સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતક બાળકીના પિતાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે બસના ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button