જૂનાગઢ મનપા દ્વારા વડાપ્રધાનની આજ્ઞાનું પાલન : ધાર્મિક સ્થળોની સફાઈ ઝુંબેશ હાથ ધરી

જૂનાગઢ મનપા દ્વારા વડાપ્રધાનની આજ્ઞાનું પાલન : ધાર્મિક સ્થળોની સફાઈ ઝુંબેશ હાથ ધરી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : અયોધ્યા ખાતે ભગવાનશ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે, જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૪ જાન્યુઆરી થી ૨૨ જાન્યુઆરી દરમ્યાન નાના-મોટા ધાર્મિક સ્થળોની સફાઈ ઝુંબેશ હાથ ધરવા આહવાન કરવામાં આવેલ છે, જેના અનુસંધાને જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૧૪ જાન્યુઆરી થી ૨૨ જાન્યુઆરી દરમ્યાન શહેરમાં વોર્ડ વાઈઝ આવેલ નાના મોટા ધાર્મિક સ્થળો અને તેની આસપાસના વિસ્તારની ઝુંબેશના રૂપમાં સફાઈ કરવામાં આવશે. જે અંતર્ગત મહાનગર પાલિકા દ્વારા આજરોજ ૧૪ જાન્યુઆરીથી ધાર્મિક સ્થળોના સફાઈ ઝુંબેશનો શુભારંભ રામચંદ્રજી મંદિર ખાતેથી કરવામાં આવ્યો. આ અવસરે ઉપરકોટ પાસે આવેલ રામચંદ્રજીના મંદિરથી મેયર શ્રીમતી ગીતાબેન પરમાર તેમજ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા અને સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ કોર્પોરેટર આરતીબેન જોષી અને નાયબ. કમિશનર એ.એસ.ઝાંપડા અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશભાઈ ટોલિયા તેમજ સુપર વાઈઝર રાજુભાઈ ત્રિવેદી અને એસ આઇઓ તેમજ લોક ભાગીદારી અને સફાઈ કામદારોએ સાથે મળી મંદિર ની સફાઈ કરવામાં આવેલ હતી તેમજ વોર્ડ નં 1થી 15 માં આવેલ જુદા જુદા મંદિરો ની પણ વોર્ડ ના કોર્પોરેટરઓએ સાથે મળી શહેરના 20 જેટલા મંદિરોની સફાઈ અભિયાન ચલાવી અને સફાઈ કરવામાં આવેલ છે.
‘સ્વચ્છ ભારત મિશન’ થકી પ્રધાનમંત્રી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. તાજેતરમાં જ ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ વતી આ કાર્યક્રમને વેગવંતો બનાવવામાં આવેલ, જેના અનુસંધાને પ્રધાનમંત્રીએ તા.૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના નાના મોટા ધમર્સ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂણ સાફ સફાઈ હાથ ધરી ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા જન આંદોલન હાથ ધરવા આહવાન કરેલ છે. જેના ઉપલક્ષમાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના સુત્રને સાર્થક કરવા સારું તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ દરમ્યાન જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશની પ્રવૃતિ હાથ ધરવામાં આવેલ છે.
જેમા તા.૧૪-૦૧-૨૦૨૪થી તા.૨૨-૦૧-૨૦૨૪ દરમ્યાન જુનાગઢ મહાનગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, સહકારી સંસ્થાઓના આગેવાનો, ધાર્મિક સંગઠનો, વિદ્યાર્થીઓનો તથા શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ (એન.જી.ઓ.)ના સહયોગથી તેમજ સખીમંડળો, સ્વૈચ્છિક સંગઠનો, ભક્ત મંડળો, ગરબી મંડળો, સેવા સંઘો, ધાર્મિક સંસ્થાઓ વગેરેના સહયોગથી યાત્રાધામોના પરિસર, ધાર્મિક સ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા ભક્તોની અવર જવર થતી હોય તેવી જગ્યાઓની સ્વચ્છતા અંગેની કામગીરી, યાત્રાધામોમાં થતો કચરો યોગ્ય જગ્યાએ સુવ્યવિસ્થત રીતે નિકાલ થાય તે રીતે ડસ્ટબિન તથા અન્ય જરૂરી સંસાધનોનું વ્યવસ્થાપનની કામગીરી, શહેરમા આવેલ ધમર્સ્થાનોના સમગ્ર વિસ્તારને નિયમોનુસાર પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર બને તે રીતની અમલવારી તથા પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર બનાવવા માટે વિહીવટી ચાર્જ વસુલાતની કામગીરી, ધાર્મિક સ્થળોના વિસ્તારમાં તથા આજુબાજુના વિસ્તારોમાં ઉત્પન્ન થતા કચરાનો તે જ દિવસે નિશ્ચિત ડમ્પિંગ સાઈટ ઉપર યોગ્ય નિકાલ કરવો. ડમ્પિંગ સાઈટ ઉપર કચરાનું વર્ગીકરણ કરી ઘન કચરો આખરી નિકાલની કામગીરી કરવામાં આવશે.





