GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નાં પટેલ કન્યા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલ માં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા!

મોરબી નાં પટેલ કન્યા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલ માં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીના પ્રખ્યાત શૈક્ષણિક સંકુલ શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ આયોજિત કલરવ-૨૦૨૪ સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિદ્યાર્થીનીઓ નો પ્રતિભા સન્માન સમારોહ મોટી સંખ્યામાં વાલીગણની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં પાંચસો થી વધુ વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધો હતો. અને એક પછી એક સ્ટેજ ઉપર થતા સાંસ્કૃતિક કાર્યક્રમો જોતા લોકો શરૂઆતથી અંત સુધી બેસી રહ્યા હતા. એક પછી એક અદભુત સંસ્કૃતિ ને લગતા કાર્યક્રમો રજૂ થયા હતા. આજના સમયને લગતા મોબાઇલ તો દાટ વાળ્યો છે તેવા કાર્યક્રમો પણ રજૂ થયા હતા. આ કાર્યક્રમની ઝલકમાં હાલ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહી છે તેને લઈને રામ દરબાર ની કૃતિ જે રજૂ કરવામાં આવી હતી તેમાં તો લોકોએ તાલીઓનો ગગડાટ કર્યો હતો. આ ઉપરાંત હનુમાન ચાલીસા, નવદુર્ગા, ખેડૂતો ની વ્યથા જેવી અનેક કૃતિઓ વિદ્યાર્થીનીઓએ રજૂ કરી હતી આ ઉપરાંત જે વિદ્યાર્થીનીઓએ અભ્યાસ માં અવ્વલ નંબરે આવેલ છે તેવી વિદ્યાર્થીનીઓના શીલ્ડ આપીને આપીને સન્માન કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ અને અનુરૂપ હતો‌ તેમાં આધુનિક યુગની ઝલકો પણ આવતી હતી‌. તો મહાભારત, રામાયણ, હનુમાન ચાલીસા જેવા ધાર્મિક કૃતિઓ પણ વિદ્યાર્થીઓ એ દર્શાવવી હતી. શરૂઆતથી અંત સુધી લોકોએ એકીટશેઆ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં ટ્રસ્ટીગણ તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો, મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button