
પારડી તાલુકાના એક ગામમાં મોટી બેનને ત્યાં રહેતી 13 વર્ષીય કિશોરીને લાલચ આપી સગા બનેવીએ છેલ્લા 6 મહિનાના સમયગાળા દરમિયાન અવર નવર શારીરિક શોષણ કર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુનામાં પકડાયેલી માતાને જેલમાં મળવા ગયા ત્યારે મોટી બેનને નાનીબેન કામિની (નામ બદલ્યું છે) કોઇ સાથે ફોન પર વાત કરતા શંકા ગયા બાદ પૂછપરછમાં બનેવીએ કરેલા ગંભીર કૃત્યનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે આરોપી બનેવીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે.
અંકલેશ્વર ખાતે રહેતી 13 વર્ષીય કામીની (નામ બદલ્યું છે) પારડીના એક ગામે રહેતી મોટી બહેનને ત્યાં લાંબા સમયથી રહે છે. કામીનીની માતા ગુનામાં પકડયા બાદ તેને મળવા મોટી બહેન સાથે પોલીસ મથકે ગયા તે વેળા કામીની ફોન પર કોઈ સાથે વાત કરતી હોવાનું મોટી બહેનને ધ્યાને આવ્યું હતું. શંકાના આધારે કામીનીની પૂછપરછ કરતા બનેવી જય શિવાભાઈ પંડારામે લાલચ આપી પોતાના ઘરમાં છેલ્લા 6 મહિનાના ગાળા દરમિયાન અવર નવર શારીરિક શોષણ કર્યું હોવાનું જણાવ્યું હતું.
જયના ગંભીર કૃત્ય અંગે કામીનીનો ભાઈ સમજાવવા જતાં તેને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. મોટી બહેન સ્તબ્ધ બની ગઈ હતી. બનાવ અંગે અંકલેશ્વર ખાતે રહેતી માતાને જાણ કરાયા બાદ ઓવરવાડ આવ્યા હતા. બાદમાં જમાઈ જયે કરેલા ગંભીર કૃત્ય અંગે પારડી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે બળાત્કાર, પોકસો સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં આરોપીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે.










