GUJARATMORBIMORBI CITY / TALUKO

WANKANER:વાંકાનેર ભાટીયા સોસાયટી કન્યાશાળા ની વિદ્યાર્થીનીઓએ પ્રવાસ યાત્રા કરી

WANKANER:વાંકાનેર ભાટીયા સોસાયટી કન્યાશાળા ની વિદ્યાર્થીનીઓએ પ્રવાસ યાત્રા કરી

તારીખ 9 -, જાન્યુઆરી 2024 ના રોજ ભાટિયા સોસાયટી કન્યા પ્રા શાળા નો કચ્છ(ભુજ) નો શૈક્ષણિક પ્રવાસ ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થીઓનો કરવામાં આવ્યો. જેમાં બાળકોએ મોગલ ધામ કબરાઉ , માનસ હનુમંત ધામ કટારીયા,મેકરણ દાદા ની જગ્યા ધ્રંગ, ધોરડો સફેદ રણ, આશાપુરા માતા નું મંદિર માતાનો મઢ, નારાયણ સરોવર કોટેશ્વર મહાદેવ નું મંદિર અંબે ધામ ગોધરા, માંડવી બીચ, જેસલ તોરલ સમાધિ સ્થળ અંજાર, વગેરે સ્થળોની મુલાકાત લઇ બે દિવસ સુધી પ્રકૃતિના ખોળે શૈક્ષણિક અને પ્રાકૃતિક તેમજ નૈસર્ગિક વાતાવરણમાં મન ભરીને આનંદ માણ્યો અને પોતાના જ્ઞાનમાં વધારો કર્યો. સમગ્ર પ્રવાસનું સફળઆયોજન આયોજન કરવા માટે શાળાના આચાર્યશ્રી અતુલભાઇ બુધદેવ તથા શાળાના સમગ્ર સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને બાળકોને ખરા અર્થમાં એક શૈક્ષણિક પ્રવાસની અનુભૂતિ કરાવી.
ખરેખર કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા આ સૂત્રને સાર્થક કરી એક યાદગાર પ્રવાસની સ્મૃતિ લઈ બધા આવ્યા.

[wptube id="1252022"]
Back to top button