TANKARA:જામનગરમાં વેપારીઓના વ્યવહારમાં સમાજમાં વચ્ચે લાવી અપમાનજનક શબ્દો કહેતા સમગ્ર લોહાણા સમાજમાં રોષ

જામનગરમાં વેપારીઓના વ્યવહારમાં સમાજમાં વચ્ચે લાવી અપમાનજનક શબ્દો કહેતા સમગ્ર લોહાણા સમાજમાં રોષ
જામનગરમાં વેપારીઓએ પોતાના વ્યવહાર વચ્ચે સમાજને વચ્ચે લાવી અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હોય જેથી લોહાણા સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને શ્રી લોહાણા મહાજન ટંકારા દ્વારા મામલતદાર કચેરીએ આવેદન પાઠવીને કડક સજા કરવાની માંગ કરી છે
શ્રી લોહાણા મહાજન ટંકારા દ્વારા આપેલ આવેદનમાં જણાવ્યું છે કે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં લોહાણા સમાજ ખુબ મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને વેપારી સમાજ તરીકેની સાખ ધરાવે છે ત્યારે જામનગર ખાતે આવેલ રાજલક્ષ્મી બેકરીના નામથી વેપાર કરતા મનુ ખેતવાણી તેમજ હર્ષ ખેતવાણીએ પોતાના પર્સનલ વ્યવહારની વચ્ચે સમગ્ર સમાજને ટાર્ગેટ કરીને લોહાણા સમાજ સામે અપમાનજનક ગાળો આપી છે જામનગર આવો તો તમને મુકીશ નહિ તેવી ઓડિયો કલીપ સોશ્યલ મીડિયામાં ફરતા સમગ્ર સમાજને લાંછન લાગલ છે અને સમાજની આબરૂને ઠેસ પહોંચી છે આ બનાવથી ટંકારા લોહાણા સમાજની લાગણી દુભાયેલ છે. ટંકારા વેપારી મંડળના પ્રમુખ હસમુખભાઈ,કટારીયા ,ભાવિનભાઈ સેજપાલ,ગોપાલભાઈ કટારીયા, અક્ષર કટારીયા, પ્રશાંતભાઈ, મનીષભાઈ ભમ્મર આરોપીને કડક સજા કરવામાં આવે તવી માંગ કરી છે