MORBI:મોરબીના કે.જી. કુંડારિયાનું પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડથી કરાયું સન્માન!

મોરબીના કે.જી. કુંડારિયાનું પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડથી કરાયું સન્માન!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
સરદારધામ તરફથી વિન્ટેલ સીરેમીક પ્રા. લિ.-વિન્ટેલ ગૃપના વડા કે. જી. કુંડારીયાનું “પાટીદાર ઉદ્યોગ રત્ન” તરીકે GPBS-2024 માં એવોર્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ ભારતના સમસ્ત પાટીદારોમાંથી જેમણે ઉદ્યોગમાં વિશિષ્ટ લક્ષ્યાંકો હાંસલ કર્યા છે તેને આપવામાં આવે છે. ત્યારે મોરબીનાં કે.જી. કુંડારીયા કે જેમને અગાઉ મોરબી સીરામીક એસોસિયેશન નાં પ્રમુખ તરીકે દેવા આપી હતી. અને તેઓના કાર્યકાળ દરમ્યાન વાઈબ્રન્ટ સીરેમીક એક્ઝીબીશન, સીટીમાં સર્વેલેન્સ કેમેરા પોલીસ સાથે રહીને મોરબીના લોકોની સુરક્ષા માટે આપવામાં આવ્યા હતા. અને પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં મોરબી જીલ્લા ટ્રાફીક ટ્રસ્ટની રચના, ગળાની ફાંસ સમાન સી ફોર્મ જેવા જટીલ પ્રશ્નનો સરકારમાં સુમેળે નિકાલ લાવવો જેવા સીમાચિહ્ન કામગીરી કરેલી છે. જેને મોરબીનો સિરામિક ઉદ્યોગ સહીત ઘણા લોકો આજે પણ યાદ કરી રહ્યા છે.








