GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના વિરપર ગામે ઇલેકટ્રોનિકના કારખાનામા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત

TANKARA:ટંકારાના વિરપર ગામે ઇલેકટ્રોનિકના કારખાનામા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત
ટંકારાના વીરપર ગામે આવેલ ઇલેકટ્રોનિકના કારખાનાના લેબર ક્વાર્ટરમાં પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે.

અપમૃત્યુની પ્રાપ્ત માહિતી મુજબ રીન્કુબેન રાયસીંગ કોચરા ઉવ-૧૯ રહે-અરવીંદઆર્ક ઇલેકટ્રોનીક કારખાનામા લેબર કવાટર્સમા બાની વાડી સામે વીરપર તા-ટંકારા જી.મોરબીએ કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે અરવિંદઆર્ક કારખાનાના લેબર ક્વાર્ટરમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક પરિણીતાનો લગ્નગાળો ૧ વર્ષનો હતો. ત્યારે બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોત અંગેની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
[wptube id="1252022"]








