WANKANER:વાંકાનેરના નવા ઢૂવા નજીક દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી:એક ઇસમ ઝડપાયો

વાંકાનેરના નવા ઢૂવા નજીક દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી:એક ઝડપાયો
વાંકાનેર પોલીસે વિદેશી દારૂની નાની મોટી ૨૪૦ બોટલ, ઈકો કાર, બે બાઈક સહીત ૪.૭૨લાખનો મુદામાલ કબ્જે કર્યો.
વાંકાનેર તાલુકાના નવા ઢૂવાથી લાકડધાર જવાના રસ્તે બંધ હાલતમાં રહેલ સિરામિકની પાછળ આવેલ ખુલ્લા પટ્ટમાં ઈકો કારમાં વિદેશી દારૂ મંગાવી તેનું કટીંગ ચાલતું હોવાની વાંકાનેર પોલીસ સ્ટાફને બાતમી મળી હતી. જે બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની ૨૪૦ નંગ બોટલ સાથે એક ઈસમને ઝડપી લેવામાં સફળતા મળી હતી. જયારે ઈકો કાર ચાલક તથા બે બાઈક ઉપર આવેલ અન્ય બે ઈસમ પોલીસને જોઈ નાસી ગયા હતા. ત્યારે પોલીસે સ્થળ ઉપરથી ઈકો કાર, બે બાઈક કબ્જે કરી પકડાય ગયેલ શખ્સની સઘન પૂછપરછમાં અન્ય બે શખ્સો સહીત ત્રણ વિરુદ્ધ નામજોગ ફરિયાદ તેમજ ઇકો કાર ચાલક તથા માલ મોકલનાર થતા પોલીસ તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે નવા ઢૂવા નજીક આવેલ લાકડધાર જવાના રસ્તે બંધ પડેલ સ્વીફ્ટ સીરામીક કારખાનાની પાછળના ખુલ્લા પટ્ટમાં અમુક લોકો વિદેશી દારૂ મંગાવી તેનું કટીંગ કરી રહ્યા છે. જે આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ખુલ્લા પટ્ટમાં દરોડો પાડતા પોલીસને આવતા જોઈ સ્થળ ઉપરથી હાજર બધા શખ્સો અંધારામાં ભાગવા લાગ્યા હતા. જયારે પોલીસના હાથે એક શખ્સ ઝડપાય ગયો હતો. ત્યારે પોલીસે સ્થળ ઉપરથી ઇકો કાર રજી. નંબર GJ-03-MH-4867 કીં.રૂ.૩,૦૦,૦૦૦/- વાળીમાં ભારતીય પરપ્રાંત બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૪૦ કીં.રૂ.૮૭,૧૨૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કીં.રૂ.૫,૦૦૦/- મોટર સાયકલ નંગ-૦૨ કીં.રૂ.૮૦,૦૦૦/- તથા ઇકોમાંથી મળી કુલ કીં.રૂ.૪,૭૨,૧૨૦/- ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે પકડાયેલ આરોપી મેરાભાઇ હરેશભાઇ ભાટીયા ઉવ.૨૨ રહે હાલ-ઉંચી માંડલ તા.જી.મોરબી મુળગામ-કોંઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર તેમજ તેની સાથેના અન્ય નાસી જનાર આરોપી શખ્સ કુલદીપભાઇ ખુમાણભાઇ પઢીયાર રહે હાલ-ઘુંટુ,રામકો સોસાયટી તા.જી.મોરબી મુળ ગામ-ધર્મેન્દ્રગઢ તા.મુળી જી.સુરેન્દ્રનગર, પ્રવીણભાઇ કેશુભાઇ પરમાર હાલ રહે.ઘુંટુ,રામકો સોસાયટી તા.જી.મોરબી તથા ઈકો કારનો ચાલકને હાલ પોલીસે ફરાર દર્શાવી વિદેશી દારૂ મોકલનાર તેમજ તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.








