GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના કેરાળી ગામને Odf+ model Village જાહેર કરી અભિનંદન પ્રમાણ પત્ર એનાયત કરાયું

MORBI:મોરબીના કેરાળી ગામને Odf+ model Village જાહેર કરી અભિનંદન પ્રમાણ પત્ર એનાયત કરાયું

મોરબી જિલ્લાના ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગામે ગામ પ્રતિસાદ મળી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીની ગેરંટી વાળી ગાડીથી લોકપ્રિય બનેલી આ યાત્રા રથનું ગામેગામ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી તાલુકાના કેરાળી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનોએ ઉત્સાહભેર વધાવી હતી.


મોરબી જિલ્લાના ગામોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના રથ ભ્રમણ કરી રહ્યા છે. આ રથ દ્વારા સરકારશ્રીની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવી રહી  છે. ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા અભિયાન અન્વયે કરેલ ઉમદા કાર્યો બદલ ગ્રામ પંચાયતોને  પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન એસ.બી.એમ. (સ્વચ્છ ભારત મિશન) ગ્રામીણ યોજના અંતર્ગત મોરબી તાલુકાના કેરાળી ગામને Odf +Model Village જાહેર કરી અભિનંદન પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button