GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના નિવૃત ગુરુજનોનો અનોખો સેવાયજ્ઞ:જુદી જુદી સોસાયટી એપાર્ટમેન્ટમાંથી રોટલા-રોટલી એકત્ર કરી ગૌમાતાને અર્પણ કરી રહ્યા છે

મોરબીના નિવૃત ગુરુજનોનો અનોખો સેવાયજ્ઞ:જુદી જુદી સોસાયટી એપાર્ટમેન્ટમાંથી રોટલા-રોટલી એકત્ર કરી ગૌમાતાને અર્પણ કરી રહ્યા છે

મોરબીના મહેન્દ્રનગર નિવાસી રણછોડભાઈ ઓડિયા અને મનસુખભાઈ ચારોલા નિવૃત્તિમાં પ્રવૃત્તિસીલ

મોરબીની નગરી એટલે સેવાનગરી, મોરબી પંથકમાં વસતા લોકો કંઈક ને કંઈક નોખી અનોખી પ્રવૃત્તિ કરી લોકોપયોગી સમાજોપયોગી સેવકાર્યો કરીને માનવ જીવન સાર્થક કરતા હોય છે,અને જીવનમાં પુણ્યનું ભાથું પ્રાપ્ત કરતા હોય છે ત્યારે મોરબીમાં વધુ એક અનોખો સેવાયજ્ઞ જોવા મળ્યો છે. વાત જાણે એમ છે કે મહેન્દ્રનગર નીવાસી રણછોડભાઈ ઓડિયા કે જેઓ ઘણા બધા વર્ષો ઈશ્વરનગર શાળામાં અને ત્યારબાદ પંદરેક વર્ષ રંગપર શાળામાં શિક્ષક તરીકે સંનિષ્ઠ સેવા બજાવી સેવા નિવૃત થયા, સતત પ્રવૃત્તિસીલ રહેતા રણછોડભાઈ ઓડિયાને નવરાશના સમયમાં કંઈક સેવાકાર્ય કરવાનો વિચાર આવતા પરિવારના લોકો પોતાન ધર્મપત્ની, બે દિકરા અને પુત્રવધૂ સમક્ષ પ્રસ્તાવ મુક્યો કે મારે ગૌમાતા માટે કંઈક કરવું છે.સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં ઘણા બધા અન્નનો બગાડ થતો હોય છે,અને એઠવાડ બની જાય છે અને કોઈને કામ આવતો નથી,આ અન્ન એકત્ર કરવાનું રણછોડભાઈ ઓડિયાએ બીડું ઝડપ્યું,પરિવારજનોએ પણ સંમતિ આપી એટલે રણછોડભાઈએ ઓટો રીક્ષા ખરીદી,પચાસ જેટલી કલરની ડોલ કલરવાળા પાસેથી પ્રાપ્ત કરી અને પ્રભુકૃપા ટાઉનશીપ, સોમનાથ ટાઉનશીપ, ક્રાંતિજ્યોત ટાઉનશીપ, હરિગુણ સોસાયટી વગેરેમાં એપાર્ટમેન્ટ નીચે એ ડોલો મૂકી દીધી અને લોકોને જણાવ્યું કે વધેલું અન્ન આ ડોલમાં નાખજો હું દરરોજ આવીને લઈ જઈશ, બસ રણછોડભાઈનું સેવાકાર્ય શરૂ થયું ઓટોરીક્ષા ચલાવતા નહોતી આવડતી છતાં શીખી લીધી અને અમરનગર શાળામાં નિવૃત થયેલ સારસ્વત શિક્ષક મનસુખભાઈ ચારોલાનો સાથ મળ્યો, બને નિવૃત ગુરુજનો ગૌમાતા માટે રોટલી રોટલાનું સોરટિંગ કરી અખાદ્ય વસ્તુઓ દૂર કરી દરેક એપાર્ટમેન્ટ નીચેથી ડોલ એકત્ર કરી રિક્ષામાં ડોલ ગોઠવી નિરાધાર ગૌ સવર્ધન ખાતે દરરોજ પોતાના હાથે નિરણ, ઘાસચારાની સાથે ગાયોને ખવડાવે છે,14 જાન્યુઆરી 2023 થી શરૂ કરેલું આ સેવાકાર્ય સતત અવિરત ચાલુ છે,બંને ગુરુજનો પોતાના સ્વખર્ચે આ પુણ્યકાર્ય કરે છે રણછોડભાઈને માવા મસાલા ખાવાનું બંધાણ હતું એ ત્યજી દિધું અને એમાંથી બચેલ રૂપીયા રિક્ષાખર્ચમાં ઉપયોગ કરે છે.લોકો દાન આપીને છૂટી જતા હોય છે પણ મનસુખભાઈ ચારોલા અને રણછોડભાઈ ઓડિયા પોતાના જ દાનનો પોતાના જ સ્વહસ્તે સદ ઉપયોગ કરી રહ્યા છે,ધન્ય છે આ બને ગુરુજનોને..!!

[wptube id="1252022"]
Back to top button