
મોરબીમાં ચાઇનીઝ દોરીના ફીરકા સાથે બે ઈસમો ઝડપાયાં
મોરબી: હાલ મકર સંક્રાતિ તહેવારમાં અમુક દુકાનદારો ગેરકાયદેસર રીતે ઘાતક ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે. રાજ્યના ગૃહ વિભાગમાંથી જીવલેણ ચાઈનીઝ દોરીના ખરીદ વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે તો પણ અમુક દુકાનદારો આવી પ્રાણઘાતક ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે ત્યારે મોરબી સીટી પોલીસ દ્વારા લોકોના જીવના જોખમરૂપ ચાઈનીઝ દોરી રાખતા દુકાનદારો ઉપર ચાંપતી બાઝ નજર રાખી આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિને ડામવા સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે બે જુદા જુદા સ્થળોએથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કુલ ૧૧૫ ફીરકા સાથે બે શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં પ્રથમ નોંધાયેલ કેસની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના લખધીરવાસ ચોક પાસે આવેલ હરસિધ્ધિ સીઝન સ્ટોલ નામની દુકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી(MONO SKY)ના ૫૫ નંગ ફીરકા સાથે દુકાનદાર જેકીભાઇ અશોકભાઈ કારીયાની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે બીજા કેસમાં મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે નગર દરવાજા ચોકમાં એક ઈસમ શંકાસ્પદ બોક્સ સાથે જોવામાં આવતા બોક્સની તલાસી લેતા તેમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફીરકા મળી આવ્યા હતા. આથી પોલીસે આરોપી સાજીદભાઈ સિદીકભાઈ સરવદી રહે. ટંકારા મામલતદાર ઓફિસ પાસેની અટક કરી બોક્સમાં રહેલ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ‘મોનો સ્કાય’ લખેલ ૬૦ નંગ ફીરકા કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.








