GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:નવયુગ પ્રેપ સેક્સનમાં એન્યુઅલ ફંક્સન તરંગનું ધમાકેદાર આયોજન કરાયું .

MORBI:નવયુગ પ્રેપ સેક્સનમાં એન્યુઅલ ફંક્સન તરંગનું ધમાકેદાર આયોજન કરાયું હતું

તારીખ 6 જાન્યુઆરી શનિવારના રોજ નવયુગ પ્રેપ સેક્શન નવયુગ ઇંગ્લીશ મીડીયમની ત્રણેય બ્રાન્ચના એન્યુઅલ ફંકશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના નાના બાળકોએ અલગ અલગ થીમ પર પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું જેમકે સોશિયલ મેસેજ થીમ, પ્રી સ્કૂલની શિક્ષણ પદ્ધતિ થીમ , એન્ટરટેનમેન્ટ થીમ ઉપરાંત સ્વર્ગ ની યાત્રા પણ કરાવી દીધી આ સાથે સાથે ઘણા સ્ટુડન્ટ્સે એન્કરીંગ કરીને આટલી નાની ઉંમરે એક પ્રતિભાશાળી વક્તા જેવું પ્રદર્શન કર્યું હતું આ ઉપરાંત સ્કૂલના બાળકોના મમ્મીઓ એ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને ખુબ સરસ કૃતિનું પર્ફોમન્સ કહ્યું હતું, આ તમામ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ડિરેક્ટર દુષ્યંતભાઈ પટેલ અને પ્રિન્સિપલ મંજુબેન પરેચાના નેતૃત્વ હેઠળ નવયુગ પ્રેપ સેક્શનની ત્રણેય સ્કુલના તમામ કોર્ડીનેટર અને ટીચર્સ નવયુગ એકેડમીના તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમ ને સફળ બનાવવામાં ખુબ મહેનત કરી હતી


આ કાર્યક્રમ માં પ્રમુખશ્રી કાંજીયા સાહેબ,રંજનબેન કાંજીયા,ડો. સતિષભાઈ પટેલ,હંશરાજભાઈ ગામી, રાજેશભાઈ કુંડારીયા, જીતુભાઇ એરવાડીયા, ડો. દીપકભાઈ અઘારા, ડો. તૃપ્તિ સવારીયા એ ઉપસ્થિત રહી સ્ટાફ અને બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા અને તમામ પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ રહ્યો હતો

[wptube id="1252022"]
Back to top button