GUJARATNATIONAL

ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની ચેતવણી

હાલ મોટાભાગના રાજ્યોમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાતમાં માવઠાની તો રાજસ્થાન સહિત 4 રાજ્યોમાં શીત લહેરની આગાહી કરી છે. ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ અસહ્ય ઠંડીની ચેતવણી આપવામાં આવી છે. વિભાગે પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં આજે કડકતી ઠંડી પડવાની આગાહી કરી છે, જ્યારે ત્રણ દિવસ 7થી 9 જાન્યુઆરી સુધી શીત લહેરની આગાહી કરી છે.

ઉપરાંત અન્ય 14 રાજ્યોમાં ધુમ્મસની સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ અને ઓડિશા તેમજ ઉત્તર-પૂર્વમાં આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં ધુમ્મસની ચેતવણી અપાઈ છે. જ્યારે કેરળ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં આજે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

આઈએમડીની આગાહી મુજબ 8 જાન્યુઆરીથી ઉત્તર-પૂર્વ ભારતમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદભવતું જોવા મળી રહ્યું છે, જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી 8 અને 9 જાન્યુઆરીએ સામાન્ય વરસાદ પડી શકે છે. મધ્ય ભારતની વાત કરીએ તો ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ઉત્તર ભાગમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં સોમવારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે.

[wptube id="1252022"]
Back to top button