WANKANER:વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં ગેસ ટેન્કર માંથી ઇંગ્લીશ દારૂ જથ્થો ઝડપાયો

વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં ગેસ ટેન્કર માંથી ઇંગ્લીશ દારૂ જથ્થો ઝડપાયો

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમાં દ્વારકાધીશ હોટલ પાછળ પડતર ખરાબા, ખાણ વિસ્તારમાં ગે.કા. રીતે ગેસ ટેન્કરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો પરપ્રાંતમાંથી આયાત કરી નાના વાહનોમાં ભરી હેરાફેરી કરી ઇંગ્લીશ દારૂનુ કટીંગ કરતા હોવાની ચોકકસ હકીકત આધારે સ્ટાફ સાથે રેઇડ કરતા સ્થળ પરથી નીચે જણાવ્યા મુજબનો મુદામાલ ગેસ ટેન્કર, બોલેરો નંગ-૦૨ તથા ઇંગ્લીશ દારૂની પેટીઓ નંગ-૬૬૭ બોટલો નંગ-૮૦૦૪ કી.રૂ.૩૨,૮૬,૮૦૦/- તથા અન્ય મુદામાલ મળી કી.રૂ. ૫૮,૮૬,૮૦૦/- નો મુદામાલ મળી આવતા વાંકાનેર તાલુકા પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે.
-પકડાયેલ મુદામાલની વિગત ૧. ઓલસીઝન ગોલ્ડ કલેકશન વ્હીસ્કી ૭૫૦ ML કંપની શીલ પેક બોટલો નં- ૧૩૨૦ કી.રૂ.૫,૨૮,૦૦૦/- ૨. મેગ્ડોવેલ-૦૧ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ ML કંપની શીલ પેક બોટલો નં-૪૯૪૪ કી.રૂ.૧૮,૫૪,૦૦૦/- ૩. રોયલ ચેલેન્જ વ્હીસ્કી ૭૫૦ ML કંપની શીલ પેક બોટલો નં- કી.રૂ. ૧૭૪૦ કી.રૂ. ૯,૦૪,૮૦૦/- ૪. મહીન્દ્રા કંપનીનુ ગેસ ટેન્કર રજી. નં. RJ-14-GH-3235 કી.રૂ. ૧૨,૦૦,૦૦૦/- ૫ . મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંગ-૦૨ કી.રૂ. ૧૪,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૫૮,૮૬,૮૦૦/- નો મુદામાલ જેમાં ઇંગ્લીશ દારૂની પેટીઓ નંગ-૬૬૭ કુલ બોટલો નંગ-૮૦૦૪ તો બીજી બાજુ રેડ દરમિયાન આરોપીઓ વાહન છોડી નાસી ગયા હતા જેથી પોલીસે ગેસ ટેન્કર, બે બોલેરો પીકઅપના ચાલક તેમજ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનારની વધુ તપાસ ચલાવી છે









