GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી:દારૂના ગુન્હામાં વોન્ટેડ બુટલેગરને દબોચી લેતી મોરબી ક્રાઇમ બ્રાંચ

મોરબી:દારૂના ગુન્હામાં વોન્ટેડ બુટલેગરને દબોચી લેતી મોરબી ક્રાઇમ બ્રાંચ

મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે પૂર્વ બાતમીને આધારે એ ડિવી. પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા કુખ્યાત બુટલેગરને રવાપર-ધુનડા રોડ ઉપરથી ઝડપી લઇ હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપવા તજવીજ હાથ ધરી હતી.

મોરબી ક્રાઇમ બ્રાંચ/પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.ના પ્રોહી.ના ગુન્હાનો નાસતો ફરતો આરોપી સીદીકભાઇ ઇસ્માઇલભાઇ ચાનીયા રવાપર-ઘુનડા રોડ ઇમાનપીરની દરગાહ પાસે હોવાની હકીકત આધારે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફ સાથે હકિકત મુજબની જગ્યાએ તપાસ કરતા આરોપી સીદીકભાઇ ઇસ્માઇલભાઇ હોથીભાઇ ચાનીયા ઉવ.૫૩ રહે. મોરબી વાઘપરા શેરી નં-૧૨વાળો મળી આવતા તેને હસ્તગત કરી ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ હતી.

[wptube id="1252022"]
Back to top button