MORBI:મોરબી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં ઓફિસની બારી તોડી રોકડ રકમની ચોરી કરી રફુચક્કર

MORBI:મોરબી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં ઓફિસની બારી તોડી રોકડ રકમની ચોરી કરી રફુચક્કર
સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ,અજાણ્યા છ તસ્કરો સામે ફરિયાદ નોંધાઈ
મોરબીના ધરમપુર ગામની સીમમાં આવેલ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ ગુરુકુળમાં મેનેજમેન્ટની ઓફિસની બારી તોડી ઓફિસમાં રાખેલ રૂ.૮૫,૦૦૦/-ની અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરી લઇ જવામાં આવ્યા છે. હાલ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઇ ગયી હોવાથી સીસીટીવીમાં દેખાતા અજાણ્યા છ ચોર ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીમાં દેખાતા અજાણ્યા ચોર ઈસમોને શોધવા અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ચોરીની પ્રાપ્ત માહિતી મુજબ મૂળ માળીયા(મી)ના વેજલપર ગામના વતની હાલ મોરબીના સ્ટેશન રોડ ઉપર અક્ષરધામ પાર્કમાં રહેતા અને ધરમપુર ખાતે આવેલ સ્વામિનારાયણ સ્કૂલમાં સેવા-પૂજા આપતા ઇશ્વરભાઇ કરશનભાઇ કૈલા ઉવ.૬૪ એ સીસીટીવીમાં દેખાતા છ ચોર આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે મોરબીના ધરમપુર ખાતે આવેલ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગત તા.૨૫ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ રાત્રીના આશરે ૧ વાગ્યે સ્કૂલ બિલ્ડીંગની દીવાલ કૂદીને મેનેજમેન્ટની ઓફિસની બારી તોડી ઓફિસમાંથી ગુરુકુળના વિદ્યાર્થીઓની સ્કૂલ ફી પેટે જે રોકડ હોય તે રૂ.૮૫,૦૦૦/-ની ચોરી કરી લઇ ગયા હતા. જે ચોરીની થયાની સમગ્ર ઘટના ગુરુકુળના સીસીટીવીમાં કેદ થઇ હોવાથી સીસીટીવીમાં દેખાતા છ જેટલા અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.