GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ઉત્સાહભેર આવકાર

WANKANER:વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ઉત્સાહભેર આવકાર

સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓના જાણકાર બને તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. આ તકે ગ્રામજનોએ અનેરા ઉત્સાહ સાથે રથનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે સમઢીયાળા ગામે આવેલા રથમાં ગ્રામજનો અને ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો પ્રજાજોગ સંદેશો સાંભળી ફિલ્મનું પ્રદર્શન નિહાળ્યું હતું અને વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના વરદહસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિઘ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત સરકારની વિવિધ કલ્યાણકારીએ યોજનાઓના લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાઓના લાભ વિશે પ્રતિભાવ રજૂ કર્યા હતા. આ ઉપરાંત યોજનાના લાભાર્થીઓને કીટ સહિત વિવિધ લાભ અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન બાળકોએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડે તેવા સંદેશાઓ આપતું ‘ધરતી કહે પુકાર કે….’ નાટક રજૂ કર્યું હતું. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનો સમઢીયાળા ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button