MORBI:મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રહેણાંકમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રહેણાંકમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો
મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે વીસીપરા વિસ્તારમાં જોન્સનગરના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની નાની મોટી ૨૧૬ બોટલ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે જયારે અન્ય એક આરોપી દરોડા દરમ્યાન નાસી જતા બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે આરોપી સમીરભાઈ ઇકબાલભાઇ ઠેબા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે.,જેવી બાતમીને આધારે વીસીપરા વિસ્તારમાં બિલાલી મસ્જિદ પાછળ આવેલ જોન્સનગર ખાતે આરોપીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ ૨૧૬ સાથે આરોપી સમીરભાઇ ઇકબાલભાઇ ઠેબા જાતે-સંધી ઉવ.૨૯ રહે- વીશીપરા, બીલાલી મસ્જીદ પાછળ જાયન્સ નગર મોરબી મુળગામ-ઉટબેટ સામપર તા.જી.મોરબીની અટક કરી હતી જયારે દરોડા દરમિયાન આરોપી રમીઝ ઉર્ફે રમલો રફીકભાઇ મકરાણી રહે- વીશીપરા, બીલાલી મસ્જીદ પાછળ જાયન્સ નગર મોરબી નાસી ગયો હતો. હાલ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.હેઠળ ગુન્હો નોંધી નાસી ગયેલ આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.








