GIR SOMNATHPATAN VERAVAL

વેરાવળ શહેરમાં બાંધકામ સાઈટ પરથી પટકાતા 1 શ્રમિકનું થયું મોત, 1 ગંભીર સુરક્ષા મામલે ગંભીર બેદરકારી સામે આવી,

વેરાવળ સોમનાથ બાયપાસ ઉપર ખાનગી હોટલની બાંધકામ સાઈટ ઉપર અકસ્માત સર્જાયો હતો અને જેમાં એક શ્રમિક યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારેએક શ્રમિકને ગંભીર ઈજા સાથે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. વેરાવળ સોમનાથ બાયપાસ ઉપર આવેલા રેજન્ટા હોટલના વધારાનું રૂમોની બાંધકામ સાઈટ ચાલી રહેલી છે. આજે સવારે બાંધકામ સાઈટ ઉપર પ્લાસ્ટર કરી
રહેલા બે મજુરો પાંચમા માળેથી નીચે પટકાયા હતા. મજુરની ઉપર માથે પથ્થરો પડતા અરવિંદ દેવા ગઢીયા નામના 45 વર્ષીય શ્રમિક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક શ્રમિકને ગંભીરઈજા પહોચી હતી. ઈજાગ્રસ્ત મજુરોને તાત્કાલિક વેરાવળ સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબિબે અરવિંદ દેવા ગઢીયાને મૃત જાહેર કર્યા હતા.ઘટનાના પગલે પોલીસ પણ દોડી ગઈ હતી.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]
Back to top button