
MORBI:મોરબીના ખોખરા રોડ ઉપર કન્ટેનર સળગ્યું
એસ્ટિસ સિરામિક સામે વીજળીના તાર નીચે આવી ગયા હોવાથી તંત્રની બેદરકારીના કારણે અવાર નવાર આવી ઘટના સર્જાય છે.
મોરબીના બેલા ગામથી ખોખરા ગામ જતા મુખ્ય રોડ ઉપર વીજળીના જીવતા તાર સાવ નીચે આવી ગયા હોય એક કન્ટેનર વળાંક વળવા જતા વીજ તાર સાથે અડી જતાં કન્ટેનર ટ્રક સળગી ઉઠ્યો હતો.

બનાવ અંગે સ્થાનિકો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે બેલા ગામથી ખોખરા ગામ જતા મુખ્ય રોડ ઉપર છેલ્લા લાંબા સમયથી વીજળીના જીવતા તાર સાવ નીચે આવી ગયા છે. ત્યારે અહીંથી પસાર થઈ રહેલ એક કન્ટેનર વિજતારને અડી જતા કન્ટેનર ભડભડ સળગી ઊઠ્યું હતું અને કન્ટેનર ચાલકનો જીવ બચ્યો હતો.
[wptube id="1252022"]








