
MORBI:મોરબી પોલીસે વધુ એક બુટલેગરને પાસા તળે જેલ હવાલે
મોરબી:ઇગ્લીશ દારૂના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પાસા તળે અટકાયત કરી પોરબંદર જેલ હવાલે કરાયો છે.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા મોરબી સીટી એ ડિવીઝન પો.સ્ટે. વીસ્તારમાં અવાર નવાર ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક આરોપી રૂષીરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા વિરૂધ પાસાની દરખાસ્ત કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર એ પાસા દરખાસ્ત મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરતા આરોપી રૂષીરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા રહે.મોરબી વાવડીરોડ સોમૈયા સોસાયટી હાલ રહે.મોરબી શકતશનાળા નીતીનનગર વાળાની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી પોરબંદર જેલ હવાલે કરવામા આવેલ છે.








