
31 ડિસેમ્બરને લઈને મોરબી જીલ્લા પોલીસ એકશન મોડમાં
મોરબી જીલ્લા પોલીસ તંત્ર દ્વારા આજરોજ મોરબી શહેરના મધ્યેથી ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

મોરબી જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 31 ડિસેમ્બરને લઈને મોરબી શહેરી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મોરબી તેમજ મોરબી આસપાસના વિસ્તારમાં આવેલ હોટલ, ધાબા, રેસ્ટોરન્ટ તથા ગેસ્ટ હાઉસમાં ચેકીંગ હાથ ધરાયુ હતું. તથા મોરબી શહેરી વિસ્તારમાં આવેલ ચ પોલીસ ચેક પોસ્ટ ઉપર એક્સ્ટ્રા સ્ટાફ રાખી વાહન ચેકીંગની કામગીરી કરવામાં આવશે. આ રીતની કામગીરી સતત 31 ડિસેમ્બર સુધી દરરોજ પોલીસ તંત્ર દ્વારા ખડેપગે રહી કરવામાં આવશે.વધુમાં ડીવાયએસપી પી. એ. ઝાલા દ્વારા મોરબીના શહેરીજનોને ખાસ અપીલ કરવામાં આવી હતી કે 31 ડિસેમ્બરની ઉજવણી કરો ત્યારે આમ નાગરિકોને ત્રાસદાયક અને લોકોને ખલેલ ન પહોંચે તે રીતે કરજો તેમજ લોકોને ખાસ જણાવવામાં આવ્યું છે કે નશાકારક દ્રવ્યોના સેવનથી દૂર રહી ઉજવણી કરશો તેવી અપીલ કરવામાં આવી છે.








