MORBI:મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

MORBI:મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા
બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
શિક્ષણની સાથેસાથે વિધાર્થીઓના સર્વાંગી વિકાસલક્ષી અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરતી મોરબીની અગ્રણી એવી પી.જી.પટેલ કોલેજમાં વિધાર્થીઓમાં ખેલ-કુદ અને રમત-ગમત પ્રત્યે રસ રુચિ વધે, સામુહિક ખેલદિલીની ભાવના વિકસે અને શારીરિક વ્યાયામ પણ થાય તેવા ઉમદા હેતુસર પ્રમુખશ્રી દેવકરણભાઈ અને આચાર્યશ્રી ડો.રવીન્દ્ર ભટ્ટ ની રાહબરી હેઠળ કોલેજના વિધાર્થીઓ માટે સ્કાઈ બોક્ષ ક્રિકેટ – મહેન્દ્રનગર ખાતે ભવ્ય બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સંખ્યાબંધ કોલેજના વિધાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ આયોજનમાં કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ સહીત મોટી સંખ્યામાં કોલેજ સ્ટાફ પણ જોડાઈને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તમામ વિજેતાઓને સંસ્થાના પ્રમુખશ્રી દેવકરણભાઈ અને આચાર્યશ્રી ડો.રવીન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ ગણ દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.








