
મોરબી જેતપર બનતા ફોરલેન હાઇવેને નડતરરૂપ દબાણો દુર કરાયા
મોરબી- જેતપર-અણીયારી સ્ટેટ હાઇવે છે. જેમા મહેંદ્રનગર ચોકડીથી અણીયારી જેતપર ઘોડાધ્રોઈ નદીના બ્રિજ સુધી ચાર માર્ગિકરણ તથા જેતપર ઘોડાધ્રોઈ નદીના બ્રિજથી ગામતળમાંથી પસાર થઈ લંબાઈમાં રીસરફેસિંગ અને અણીયારી ચોકડી સુધીમા ૧૦મી પહોળો કરવાની કામગીરીનો કરવામાં આવશે. ત્યારે જેતપર ગામ નજીક કરવાની હોય જેમાં ૧૦ જેટલી દુકાનો તથા શાક માર્કેટ અને વિવિધ દબાણકારો દ્વારા ઓટા બનાવીને આ જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હતું.

આ મામલે જેતપર ગ્રામ-પંચાયત દ્વારા દબાણ હટાવવા અંગેની નોટિસ બે વખત પાઠવ્યા બાદ પણ દુકાનદારોએ સ્વેચ્છાએ દબાણ દુર કર્યું ન હતુ. જેને પગલે આજે મોરબી DDO ડી.ડી.જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત કચેરી મોરબી તેમજ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન (સ્ટેટ)ની સંયુક્ત ટીમ દ્વારા PGVCL ના કર્મચારીઓની હાજરીમા પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ તમામ દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું હતું અને કુલ ૫૦,૦૦૦ ચો.ફુટ જેટલુ દબાણ દુર કરવામાં આવ્યું હતું.આ કામગીરી તાલુકા વિકાસ અધિકારી પી.એસ. ડાંગર, ઇ.ચા. કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન (સ્ટેટ)- એચ.એ. આદ્રોજા , સમાજ કલ્યાણ અધિકારી અતુલ છાછીયા , નાયબ કાર્ય પાલક ઇજ્નેર (સ્ટેટ)ચંદ્રાલા., એ.ટી.ડી.ઓ. વી.એમ .જિવાણી, વિસ્તરણ અધિકારી પંચાયત કલ્પેશ બારેજીયા, તા.પં.મોરબી દબાણ ક્લાર્ક ધર્મેન્દ્ર દેત્રોજા દ્વારા કરવામાં આવી હતી.








