GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ચંદ્રિકાબેન કડીવારની વરણીને આવકારતું શૈક્ષિક મહાસંઘ

મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ચંદ્રિકાબેન કડીવારની વરણીને આવકારતું શૈક્ષિક મહાસંઘ

મોરબી જિલ્લામાં 595 સરકારી શાળાઓ અને 3400 જેટલા શિક્ષકો એક લાખ જેટલા વિદ્યાર્થીઓના વિકાસ અને વ્યસ્થાપન માટે કાર્યકરતી સંસ્થા એટલે જિલ્લા શિક્ષણ સમિતિ, આ સમિતિ નીતિ વિષયક નિર્ણયો લઈ શાળાઓની ભૌતિક સંસાધનોથી સજ્જ થાય, વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તામાં અભિવૃદ્ધિ થાય એવા શુભાષયથી કામ કરતી સમિતિના ચેરમેન તરીકે ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર અને અન્ય સભ્ય તરીકે જાહિર અબ્બાસ યુસુફભાઈ શેરસિયા, મેરાભાઈ વિઠ્ઠલાપરા, અજયભાઈ લોરીયા, અને કો.ઓપ્ટ સભ્ય તરીકે બલભદ્રસિંહ ઝાલા, અને જેસંગભાઈ હુંબલ વગેરેની વરણી થતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આવકારમાં આવી છે,જિલ્લા શિક્ષણ સમિતિ અને મહાસંઘ સાથે મળી બાળકોના હિતમાં કામ કરવા શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી છે એમ દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ અને કિરણભાઈ કાચરોલાની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button